આતંકી સંગઠન સાથે જોડાયેલા દંપતિ સ્પેશ્યલ સેલના સકંજામાં, હુમલાનો પ્લાન હતો...? - સીએએ વિરોધ પ્રદર્શન
નવી દિલ્હીઃ ઓખલા વિસ્તારમાં સ્પેશયલ સેલે એક સંદિગ્ધ દંપતિને પોતાના સકંજામાં લીધા છે. બન્નેના સંબંધ આતંકી સંગઠન ISISના ખોરાસન મોડ્યૂલ સાથે દર્શાવાઇ રહ્યો છે. જેની ઓળખ જહાંબેજ સામી અને તેની પત્નિ હિના બશીર બેગના રૂપમાં થઇ છે. બન્ને શ્રીનગરના રહેનારા છે. CAAના પ્રદર્શનકારીઓને ભડકાવી તે આતંકી હુમલો કરવાની તૈયારીમાં હતા. આતંકી સંગઠન ISISના આ દંપિતના સંબંધનો ખુલાસો થયો છે. જેને લઇને સ્પેશ્યલ સેલ સહિત ઘણી સુરક્ષા એજન્સીઓ દંપતિને પૂછપરછ કરી રહી છે. તેની પાસેથી એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કોના ઇશારા પર આ કામ કરવામાં આવી રહ્યું છે. તે કામ માટે કોના પાસેથી મદદ મળી રહી છે અને તેના સંપર્કમાં કોણ-કોણ સામેલ હતા.