ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકસભામાં સોનિયા ગાંધીએ CBSEનાં પ્રશ્નપત્ર પર ઉઠાવ્યાં સવાલો અને કહ્યું કે, CBSE માફી માંગે - sonia gandhi cbse question misogyny

By

Published : Dec 13, 2021, 2:01 PM IST

દિલ્હી: ધોરણ 10ની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં પૂછવામાં આવેલા કથિત વાંધાજનક પ્રશ્ન પર સોનિયા ગાંધીએ(sonia gandhi on misogyny in cbse question) આજે ​​લોકસભામાં નિવેદન આપતાં કહ્યું હતું કે, સીબીએસઈએ આ મામલે બિનશરતી માફી માંગવી જોઈએ. વધુમાં કહ્યું કે, તે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના દ્વારા કરવામાં આવેલ વિરોધને સમર્થન આપે છે. સોનિયાએ સીબીએસઈના આ પ્રશ્નને રૂઢીવાદમાં પ્રોત્સાહન આપનારો ગણાવ્યો છે અને મહિલાઓ વિરુદ્ધ ગણાવ્યો(CBSE question on Women) છે. સોનિયાના આ નિવેદન બાદ કોંગ્રેસના સાંસદોએ સરકાર પાસે જવાબ માંગ્યો હતો અને જવાબમાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આનો જવાબ ગૃહની પરંપરા મુજબ આપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) 10મા ધોરણની પરીક્ષાના પ્રશ્નમાં એક વાક્ય લખવામાં આવ્યું હતું કે, મહિલાઓની મુક્તિને કારણે બાળકો પર માતા-પિતાનો અધિકાર સમાપ્ત થઈ ગયાં છે. બીજા એક વાક્યમાં લખ્યું હતું કે, સ્ત્રી (માતા) પોતાના પતિની રીતને સ્વીકારીને જ નાનાઓ પાસેથી સન્માન મેળવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધોરણ 10ના અંગ્રેજી પ્રશ્નપત્રમાં મહિલાઓને લગતા આવા વાક્યો (CBSE પ્રશ્ન મહિલાઓ પર) પર હોબાળો થયો છે. વિવાદને વધતો જોઈને CBSEએ મામલો એક્સપર્ટને મોકલ્યો છે.

ABOUT THE AUTHOR

...view details