ગુજરાત

gujarat

ETV Bharat / videos

મનાલીમાં ભારે હિમવર્ષા, યેલો એલર્ટ જાહેર

By

Published : Jan 29, 2020, 1:11 PM IST

મનાલી: રોહતાંગમાં લગભગ 120 સેન્ટિમીટરમાં હિમવર્ષા નોંધાઇ છે. લાહોલ ખીણના ચંદ્રાવેલીમાં લગભગ 45 સેન્ટીમીટર, કેલાંગમાં 10 સેન્ટીમીટર અને પટ્ટન ખીણમાં 15 સેન્ટીમીટર હિમવર્ષા નોંધાઇ છે. મનાલીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમવર્ષાના કારણે કેલાંગ-સિસ્સૂ માર્ગ સપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલનના જાહલમા, થિરોટ અને ઉદયપુરમાં 15 સેન્ટીમીટર સુધી બર્ફ પડી છે. મયાડ અને તોદ વેલીમાં લગભગ સેમી તાજી હિમવર્ષા થઇ છે, ત્યારે કુંજુમ દર્રા, બારાલાચા દર્રા, શિંકુલા, ચંદ્રાભાગા સિવાય લાહોલની ઇન્દ્રકિલા, ધેપન પાર, શિગરી ગ્લેશિયર, લદ્દાખી પીક, સેવન સિસ્ટર પીક, હનુમાન ટિબ્બામાં સોમવાર રાતથી હિમવર્ષા થઇ રહી છે, ત્યારે પ્રવાસી સ્થળ પલચાન, કોઠી, મઢી, સોલંગનાલામાં જનજીવન પ્રભાવિત થયું છે.

ABOUT THE AUTHOR

...view details