મધ્યપ્રદેશના એક ઘરમાંથી રોજ નીકળે છે કોબ્રા જાતિના સાપ! - Lockdown
મધ્યપ્રદેશઃ ભીંડના ચચાઇ ગામમાં એક પરિવાર ઘરમાંથી કોબ્રા જાતિના સાપ નીકળવાને લઈને પરેશાન છે. પીડિત પરિવાર કહે છે કે, છેલ્લા એક અઠવાડિયાથી સાપ નીકળી રહ્યા છે. તેઓ કોબ્રા જાતિના સાપ છે. જીવનસિંહે કહ્યું, કેટલીકવાર 21 સાપના બચ્ચા બહાર નીકળે છે, તો કોઈ દિવસ 52 સાપના બચ્ચા બહાર નીકળે છે. અત્યાર સુધી 123 સાપના બચ્ચા ઘરમાંથી નીકળ્યા છે. તેનાથી પરિવારના સભ્યો ભયભીત છે.