જલારામ બાપાની 220મી જન્મ જયંતિની હૈદરાબાદમાં કરાઈ ઉજવણી - Shri Jalaram Bapa 220th birth anniversary
હૈદરાબાદ: સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતિ નિમિત્તે વહેલી સવારથી જ બાપાના ભક્તો મોટી સંખ્યામાં બાપાના દર્શને ઉમટી પડ્યા હતાં. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હૈદરાબાદમાં જલારામ બાપાના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હૈદરાબાદમાં આવેલા કોટી ખાતે જલારામ બાબા મંદિરમાં મોટી સંખ્યામાં ગુજરાતી લોકોએ દર્શન કરવા પહોંચી ગયા હતાં. તેમજ હનુમાન ચાલીસા અને ગુજરાતી ભજનો કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતું.