ગુરૂપુર્ણિમાઃ શિરડીથી સાંઇબાબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી - Guru Purnima
ન્યૂઝ ડેસ્કઃ ગુરૂપુર્ણિમાના પાવન પર્વે શિરડીમાં સાંઇબાબાના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી. સામાન્ય દિવસોમાં પણ શિરડીમાં સાંઇબાબાના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે, ત્યારે આજના પર્વે લોકો બાબાના દર્શનનો મહિમા કંઇક અનેરો હોય છે. વહેલી સવારે સાંઇબાબાના શ્રૃંગાર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આરતી કરવામાં આવી હતી. ભાવિ ભક્તોએ આજના શ્રૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.