શ્રાવણીયો સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર ઉજ્જૈન મહાકાલમાં વિશેષ પૂજા, જુઓ વીડિયો - Ujjain news
ઉજ્જૈન: ઉત્તરના રાજ્યમાં આજે શ્રાવણનો પાંચમો અને અંતિમ સોમવાર છે અને વિશેષ સંયોગ સાથે આજે રક્ષાબંધનનો તહેવાર હોવાને કારણે ભસ્મ આરતીમાં બાબા મહાકાલને રાખડી બાંધીને 1000 લાડુઓ ચઢાવવામાં આવ્યાં હતાં. આજે રક્ષાબંધનને કારણે પૂજારી પરિવારની મહિલાઓએ ભસ્મ આરતીમાં ભગવાન મહાકાલની પૂજા કરી રાખડી બાંધી હતી. એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવાથી બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.