તમે જે નિશાળમાં ભણો છો, ત્યાંના અમે હેડમાસ્ટર છીએ: સંજય રાઉત - nrc
નવી દિલ્હી: શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, લોકશાહીમાં અલગ અલગ અવાજ હોય છે. એવું કહેવાય છે કે, જે આ બિલની વિરોધમાં છે, તે દેશદ્રોહી છે અને સાથે છે તે દેશભક્ત છે. આ પાકિસ્તાનની એસેમ્બલી નથી. જો પાકિસ્તાનની ભાષા પસંદ નથી, તો પાકિસ્તાનને ખતમ કરી નાખો. અમને કોઈની પાસેથી પણ દેશભક્તિનું પ્રમાણપત્ર લેવાની જરુર નથી. કે અમે કેટલા કઠોર હિન્દુ છીએ અને કેટલા નરમ હિન્દુ છીએ.