પૂર્વ મેજર જનરલ શેરસિંહ રાઠોડની ETV BHARAT સાથે ખાસ વાતચીત - રાજસ્થાન ન્યૂઝ
જોધપુર (રાજસ્થાન): લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. તેમજ અન્ય સૈનિકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને લઈને સમગ્ર દેશમાં રોષનું વાતાવરણ સર્જાયું છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને આ પ્રકારની વિનાશક જંગનું સર્જન કર્યુ છે. LAC અંગેના જમીન વિવાદ પર અગાઉ પણ ચીને તંગદિલી ઉભી કરી હતી. જે અંગે ETV BHARATની ટીમે ભારતીય સેનાના પૂર્વ મેજર જનરલ શેરસિંહ રાઠોડ સાથે વાત કરી હતી.