સૈન્ય સંપર્ક એ સમસ્યીનું સમાધાન નથી, કૂટનીતિ એ જ એકમાત્ર: જનરલ હુડ્ડા
નવી દિલ્હી: ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) ડી.એસ. હુડ્ડાનું માનવું છે કે, ભારતીય સૈન્ય અને ચીની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે લદાખના ડેમચોક, ગાલવાન અને પેંગોંગ સેક્ટર અને ઉત્તરી સિક્કિમના નાંકુલાના કેટલાક ભાગોમાં સમસ્યાનું કોઈ સમાધાન હોવાનું જણાતું નથી. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથેની વિશિષ્ટ વાતચીતમાં લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) હુડ્ડાએ કહ્યું કે, આ વખતે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરની ચીની કાર્યવાહી એકલતા અને સ્થાનિક ઘટનાઓ જેવી નથી. પરંતુ બેઇજિંગ દ્વારા ઉચ્ચ સ્તરે સંકલિત અને અગાઉ આયોજન કરેલ છે.