કૉર્પોરેટને રાહત આપવી તે અર્થતંત્રના પુનર્જીવનની ચાવી છે: મુખ્ય આર્થિક સલાહકાર - બજેટ અંગે ચર્ચા
નવી દિલ્હી: મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણિયમે બજેટ અંગે ETV ભારત સાથે કરી ખાસ ચર્ચા. જેમાં તેમણે જણાવ્યું કે, કૉર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત વેરો બંને અલગ બાબત છે. કૉર્પોરેટ ટેક્સને કારણે બેવડો કર લાગે છે. કંપનીઓ નફા પર વેરો ભરે અને પછી ડિવિડન્ડ આપવામાં આવે ત્યારે પણ વેરો ભરવો પડે. અથવા તો શેરનું મૂલ્ય વધે ત્યારે રોકાણકાર પણ વેરો ભરે. તેથી બેવડા વેરાની સરખામણી વ્યક્તિગત વેરા સાથે ના કરવી જોઈએ, કેમ કે તેમાં ખોટી છાપ ઊભી થાય છે.