ગુજરાતની જનતાને મોદી સરકારથી મુક્ત કરાવવી પડશે :રાકેશ ટિકૈત - રાજસ્થાન ન્યૂઝ
રાકેશ ટિકૈતે શનિવારે દૌસામાં કિસાન મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે. ગુજરાતની જનતા બંધનમાં છે. તેઓને મુક્તિ અપાવવી પડશે. ટિકૈતે કહ્યું કે, 7, 8 મહિના વધુ આંદોલન ચાલી શકે છે, જેના માટે ખેડૂતોએ તૈયાર રહેવું જોઈએ.