વરસાદમાં રાજ્યસભા સાંસદ સરોજ પાંડેનું લલચાયું મન, મકાઈ વેચતી મહિલાઓ સાથે શેકી મકાઇ - દુર્ગ-રાયપુર
છત્તીસગઢ(Chhattisgarh)માં ચોમાસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીંના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતો હોય અને મકાઈ ખાવાનું મન ના થાય, એ કેવી રીતે શક્ય બને. આવી સ્થિતિમાં રાજ્યસભાના સાંસદ સરોજ પાંડેનું મન પણ લલચાઇ જ ગયું. રાજ્યસભાના સાંસદ સરોજ પાંડે(Rajya Sabha MP Saroj Pandey) પણ સુંદર વાતાવરણમાં પોતાને મકાઈ ખાતા રોકી શક્યા નહીં. દુર્ગ-રાયપુર હાઇવે પર કેટલીક મહિલાઓને મકાઈ વેચતી જોઇને તે ઉભા રહ્યા અને તેમની સાથે મકાઇ શેકવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન તેના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી.