ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન, તેમના ગામ પિરામણ ખાતે કરાશે દફન વિધિ - Piramana village

By

Published : Nov 25, 2020, 8:43 AM IST

Updated : Nov 25, 2020, 10:01 AM IST

ભરૂચઃ રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન બુધાવારે વહેલી સવારે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે આ જાણકારી આપી હતી. અહેમદ પટેલના નિધનના પગલે તેમના ગામ અંકલેશ્વરના પિરામણ ખાતે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના નાનકડા પિરામણ ગામથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનારા અહેમદ પટેલનું નિધન થયા બાદ તેમની દફન વિધિ તેમના ગામ ખાતે કરવામાં આવશે. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે, તેમને તેમના માતા-પિતાની કબર વચ્ચે દફનાવવામાં આવે.
Last Updated : Nov 25, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details