રાજસ્થાનના ઉદયપુર માર્ગ પર બાઇક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત, જુઓ CCTV ફૂટેજ - ધડાકાભેર અકસ્માત
ડુંગરપુર(રાજસ્થાન): ડુંગરપુરના ઉદયપુર રોડ પર એક બાઇક કાર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે, જ્યારે બાકીના બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત પાસે લાગેલા CCTVમાં કેદ થયો હતો. આ અકસ્માત શુક્રવારની રાત્રે થયો હતો. ઓવર સ્પિડે આવી રહેલી બાઇક કાર સાથે અથડાઈ હતી. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે બાઇક પર સવાર તેના બે સાથીઓને ગંભીર ઇજાઓ થઇ છે, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.