રાહુલ ગાંધીનો રંગીલો મિજાજ, લુધિયાણામાં ટ્રેકટર ચલાવ્યું - punjab
લુધિયાણા: ચૂંટણી પ્રચાર હવે તેના અંતિમ ચરણમાં છે, ત્યારે રાજકીય નેતાઓ જનતાને આકર્ષવા નવા નવા કીમીયા કરતા હોય છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લુધિયાણામાં ટ્રેકટર ચલાવી લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલની સાથે ટ્રેકટરમાં અમરિંદર સિંહ, લુધિયાણાના સાંસદ રવનીતસિંહ બિટ્ટુ અને કોંગ્રેસ નેતા આશા કુમારી પણ હાજર રહ્યા હતા.