છત્તીસગઢ: રાહુલ ગાંધી આદિવાસી નૃત્યના તાલે ઝુમ્યા - રાહુલ ગાંધીનું નૃત્ય
રાયપુર: છત્તીસગઢમાં ત્રણ દિવસીય આદિવાસી નૃત્ય મહોત્સવ શરૂ થઇ ગયો છે. જેની શરૂઆત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના હાથે કરવામાં આવી છે. નૃત્ય મહોત્સવ શરૂ કરાવવા માટે આવેલા રાહુલ ગાંધી પોતાને નૃત્ય કરતાં રોકી શક્યા નહોતા. તેઓ સ્ટેજ પર આવીને સ્થાનિક આદિવાસી સાથે નૃત્ય કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલવાનો છે અને આ કાર્યક્રમમાં 25 રાજ્યના કલાકારો સામેલ થયા છે.
Last Updated : Dec 27, 2019, 2:58 PM IST