ભડકે બળતું બંગાળ, નાગરિકતા સંશોધન બિલ સામે હિંસક પ્રદર્શન - પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળઃ માલદા જિલ્લામાં એનઆરસી અને CAB વિરૂદ્ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે હરિશ્ચંદ્રપુરની રેલ્વે લાઈન પર વિરોધ પ્રદર્શન કરતાં અહીં સ્ટેશન પર લાઇનમાં આગ લગાવી હતી. અનેક યાત્રિકો કટિહાર-માલદા પેસેન્જર ટ્રેનમાં ફસાયા છે. વિરોધ કરનારાઓએ ટ્રેનમાં તોડફોડ પણ કરી હતી. ટ્રેન હજી પણ તે જ જગ્યાએ અટવાયેલી છે.