વડાપ્રધાન મોદીના પત્ની શ્રીમતી જશોદાબેને દેવાસની લીધી મુલાકાત - Etv Bharat
દેવાસઃ દેશના વડાપ્રધાન મોદીની પત્ની શ્રીમતી જશોદબેન મધ્યપ્રદેશના દેવાસની મુલાકાતે છે. તે એક લગ્ન પ્રસંગમાંથી સામેલ થવા માટે ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં તેઓ શહેરના એમજી રોડ સ્થિત એક પ્રતિષ્ઠાન પર રોકાયા હતાં. તેમની સાથે ઘણા લોકો પણ હાજર હતા. આ વાતની જાણ થતાં પોલીસ તરત જ સ્થળે પહોંચી હતી. શ્રીમતી જશોદાબેને દેવાસમાં કુલ્ફીનો આનંદ લીધો હતો. મળતી માહિતી મુજબ કુલ્ફી વહેંચનારાને જશોદાબેનની સંબંધી હોવાથી તેમને મળવા પહોંચ્યા હતા. અહીં લગભગ અડધો કલાક રોકાઇને તેઓ ગુજરાત પરત ફરવા નીકળ્યા હતા.