વડાપ્રધાન મોદીના ભાઇ પ્રહલાદ મોદી ભૈરવગઢ પહોંચ્યા, બગલામુખી મંદિરે યજ્ઞમાં અનુષ્ઠાન કર્યું - ભૈરવગઢ
મધ્ય પ્રદેશઃ રાજ્યના ઉજ્જૈનના ભૈરવગઢ સ્થિત બગલામુખી ધામમાં રમનનાથ પુરી દ્વારા ચાલી રહેલા યજ્ઞમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી પહોંચ્યા હતા. જો કે, પ્રહલાદ મોદી 20 ઑગસ્ટના રોજ ભોપાલમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા છે. આ પહેલા બગલામુખી મંદિરમાં ચાલી રહેલા યજ્ઞમાં હાજરી આપી હતી અને મંદિરમાં પૂજા પાઠ કરી યજ્ઞમાં આહુતિ પણ અર્પણ કરી હતી.