ડોકટર્સ સાથે વાત કરતા ભાવુક થયા વડાપ્રધાન મોદી, જૂઓ વીડિયો - કોરોના ન્યૂઝ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીના ડોકટરો સાથે સીધો સંવાદ કર્યો હતો. ડૉકટર્સ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'કોરોના સાથે ચાલતી આ લડાઈમાં આપણા ઘણા પ્રિયજનોને આપણે ગુમાવી દીધા છે' વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, 'હું કાશીનો એક સેવક તરીકે એક કાશીવાસીને ધન્યવાદ આપું છું. વિશેષ રૂપે આપણા ડૉકટર્સ, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓએ જે કામ કર્યું તે સરાહનીય છે. આ વાઈરસ આપણા ઘણા પ્રિયજનોને આપણાથી દૂર લઈ ગયો છે, હું તે બધા જ લોકોને શ્રદ્ધાંજલી આપુ છું તેમજ તેમના પરિજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરૂ છું'