ગુજરાત

gujarat

By

Published : Nov 29, 2019, 4:21 PM IST

ETV Bharat / videos

મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા: રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું- આરોપીઓની મોતની સજા થવી જોઈએ

હૈદરાબાદ: મહિલા ડૉકટર સાથે દુષ્કર્મ અને હત્યાની રાષ્ટ્રીય મહિલા આયોગે નોંધ લેતા કહ્યું કે, હૈદરાબાદ તેમણે ટીમ મોકલી છે. જેને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, આ ખુબ જ શર્મશાર કરતી ઘટના છે, જેવી રીતે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ તે ખુબ જ નિર્દય બાબત છે. આ સિવાય NCWના અધ્યક્ષને દુષ્કર્મના કેસમાં સતત થઈ રહેલા વધારાને લઈને પ્રશ્ર કરતા તેઓએ કહ્યું કે, કયાંક ને કયાંક દેશના કાયદા અને લોકોમાં જાગૃતતાની ખામી છે અને સોચ બદલવી જરુરી છે. આ બાબતને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગ સતત અભિયાન ચલાવી રહ્યું છે. આગળ તેઓએ જણાવ્યું કે, આરોપીઓને કડક સજા થવી જોઈએ અને મૃત્યુદંડની સજા થવી જોઈએ. કારણ કે, જ્યાં સુધી સમાજમાં આ બાબતે લોકોમાં ડર ઉતપન્ન નહીં થાય ત્યાં સુધી આ અભિયાનને ચલાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details