માસ્ક વિના ફરતા લોકો પર પોલીસની કડક કાર્યવાહી - જવાળામુખીમાં માસ્ક વિના ફરતા લોકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી
હિમાચલ પ્રદેશ: જવાળામુખીમાં પોલીસ પોતાની કાર્યવાહીમાં કોઇ કસર છોડી રહી નથી. માસ્ક વિના ફરતા લોકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે માસ્ક વિના ફરતા યુવકોને તેના ટી-શર્ટ કાઢીને તેને મોં પર બાંધવા કહ્યું હતું. ત્યારે આ જોઇને ઘણા લોકો મેડિકલ સ્ટોર પર માસ્ક લેવા પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદેશમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જે લોકો માસ્ક વિના ફરતા જોવા મળશે તેના પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
TAGGED:
masks