ધન્યવાદ રેલી: PM મોદીએ લીધું 'નાગરિકતા' નામ, પરીવારમાં ખુશીની લહેર - ramlila medan
નવી દિલ્હી: રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નાગરિકતાનો ઉલ્લેખ કર્યો તે કોઈ કાનૂન નથી પરંતુ નાગરિકતા એક બાળકીનું નામ છે. જે પાકિસ્તાનથી આવેલો હિન્દુ શરણાર્થી પરિવાર છે. CAAને લઈને જ્યાં દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તો બીજી તરફ 'નાગરિકતા'ની માતા અને દાદીએ દેશમાં નાગરિકતા મળવા બદલ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે રામલીલા મેદાનમાં રેલી દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 'નાગરિકતા' નો ઉલ્લેખ કરી એક અલગ જ અરિસો દેખાડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે રાજ્યસભામાં સિટિઝનશીપ બિલ પસાર થયું ત્યારે તેઓએ તેમની બાળકીનું નામ નાગરિકતા રાખ્યું હતું.