વડાપ્રધાન મોદીએ બાપૂને અર્પી શ્રદ્ધાંજલિ - Mahatma Gandhi
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર સવારે રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદી સવારે અહીં પહોંચ્યા અને બાપૂને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. PMની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર આજે દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના અલગ અલગ વિભાગોમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસર પર નવી દિલ્હી રાજધાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન સાબરમતિ રિવરફ્રન્ટ પણ જશે, ત્યાં તેઓ દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરશે.