દિલ્હીમાં ડરનો માહોલ, લોકોએ વતનની વાટ પકડી
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં સહિત અન્ય વિસ્તાર જેવા કે, મૌજપુર, સીલમપુરમાં CAA ના સમર્થન અને વિરોધ કરનારા લોકોએ ઉત્પાત મચાવ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં તોફાનો ફાટી નિકળ્યા છે. હુલ્લડોમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ વચ્ચે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. અને સમગ્ર દિલ્હીમાં ડરનો માહોલ ઉભો થયો છે. જેથી રોજી રોટી માટે દિલ્હીમાં રહેતા ડરેલા, ગભરાયેલા લોકોએ હવે પોતાના વતનની વાટ પકડી છે. ઈટીવી ભારતના સંવાદદાતાએ હિજરત કરીને જતા કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી.