ગુજરાતથી મોકલાયેલી 'ઓક્સિજન એક્સપ્રેસ' મુંબઈના કલમ્બોલી રેલવે સ્ટેશન પહોંચી - ઓક્સિજન અછત
મુંબઇ: એવા સમયે કે જ્યારે કોરોના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે તેને નિયંત્રિત કરવા માટે વહીવટી સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં દેશના આર્થિક પાટનગર મુંબઈની હોસ્પિટલોમાં ઓક્સિજનના સપ્લાયને સુવ્યવસ્થિત કરવાના હેતુથી રિલાયન્સના જામનગર પ્લાન્ટ ખાતેથી લિક્વિડ ઓક્સિજનના 3 ટ્રક પશ્ચિમ રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા મોકલવામાં આવ્યા હતા. જે 27 એપ્રિલના રોજ કલમ્બોલી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા.
Last Updated : Apr 27, 2021, 10:34 PM IST