મોંઘવારીની હદ પારઃ લગ્નની ભેટમાં અપાય રહી છે કસ્તુરી - લગ્નની ભેટમાં ડુંગળી
ઉત્તર પ્રદેશઃ દેશમાં વધી રહેલા ડુંગળીના ભાવના કારણે ડુંગળી હવે ભેટ તરીકે આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં લગ્ન સમારોહમાં એક યુવકે પોતાના મિત્રને લગ્નની ભેટમાં ડુંગળી આપી છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. એક લગ્ન સમારોહમાં એક યુવક દ્વારા મીત્રને કસ્તુરીની ભેટ આપવામાં આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.