Exclusive : કોરોના બાદ બાળકો માટે દરેક દેશે ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ - કૈલાશ સત્યાર્થી
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાળ અધિકારો માટે મુહિમ ચલાવી રહેલા કૈલાશ સત્યાર્થીએ અત્યાર સુધી 90 હજારથી વધુ બાળકોને બાળ મજૂરીના ચુંગાલમાંથી છોડાવી ચૂક્યાં છે. તેઓ એકમાત્ર એવા નોબેલ પુરસ્કૃત મહાનુભવ છે, જેમની જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને ભારત છે. તાજેતરમાં જ WHO દ્વારા આયોજિત World Health Assemblyમાં તેમને મુખ્ય વક્તા તરીકે આંમત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દુનિયાભરના બાળકો માટે ટાસ્ક ફોર્સ રચવાની માગ મૂકી હતી. નોબલ પુરસ્કૃત કૈલાશ સત્યાર્થી સાથે ETV Bharat દિલ્હીના સ્ટેટ હેડ વિશાલ સૂર્યકાંતે Exclusive વાતચીત કરી હતી.