સિટિ લાઇફ ફાઉન્ડેશનના સદસ્યોએ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ સાથે નવા વર્ષની ઉજવણી - New year is celebrated separately at Hindu refugee camps from Pakistan at Majnu Tila
દિલ્હી: દેશમાં ચારે બાજુ નવા વર્ષના ઉલ્લાસનો માહોલ છે. ત્યારે સિટિ લાઇફ ફાઉન્ડેશનના સદસ્યોએ મજનુના ટીલામાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીના કેમ્પમાં અલગ રીતે નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું. સમાજમાં એકબીજાની મદદ કરવાનો સંદેશ આપતા સિટી લાઇફ ફાઉન્ડેશનના સદસ્યોએ આ કેમ્પમાં રાશન સામ્રગી વહેંચી હતી. આ સદસ્યોએ કહ્યું કે, અમે દર વર્ષે જરૂરિયાતમંદોની વચ્ચે જઇને નવું વર્ષ ઉજવીએ છીએ. આ એક સારી પહેલ છે. જે આર્થિક રીતે નબળા છે, તે લોકોને પણ નવા વર્ષની ઉજવણી કરવાની તક મળે છે.