દિલ્હી હિંસાઃ ભાજપના નેતાઓએ ઉપરાજ્યપાલ સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થતી હિંસાને લઈ ભાજપ નેતાઓએ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરી છે. ભાજપ પાર્ટી હિંસામાં અપ્રત્યક્ષ રીતે ભૂમિકા ભજવતા નેતાઓ પર કડક કાર્યવાહી કરી શકે છે. ભાજપના નેતાઓ દિલ્હી પોલીસ પાસે હિંસા ફેલાવનાર વિરુદ્ધ કડક પગલા લેવાની માગ કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્યોનું દળ બુધવારે ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યું હતું. આ મુલાકાતમાં તેમણે હિંસાને રોકવા જલદીથી પગલા લેવાની માગ કરી છે.