નક્સલીઓએ બિછાવેલી મોતની સુરંગને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી
રાયપુર-દંતેવાડા: લોકડાઉન દરમિયાન નક્સલીઓ સતત પોતાની આતંકી પ્રવૃત્તિને વધારી રહ્યા છે. શુક્રવારે ડીઆરજીના જવાનોએ કાટેકલ્યાણ મુખ્ય માર્ગ પર નક્સલીઓ દ્વારા બિછાવવામાં આવેલી સુરંગને શોધી અને તેને નિષ્ક્રિય કરી હતી. મળતી માહિતી મુજબ નક્સલીઓ આ વખતે મોટી ઘટનાને અંજામ આપવાના પ્રયાસમાં હતા. પરંતુ સૈનિકોએ તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. નક્સલીઓએ ગટમ પાસે સુરંગ ખોદી હતી. ઘટનાની જાણ થતાં દંતેવાડાના એસપી અભિષેક પલ્લવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ કાર્ય માટે સૈનિકોને પ્રોત્સાહન આપ્યું હતું.