ગુજરાત

gujarat

ETV Bharat / videos

નક્સલવાદીઓએ મિનપા એન્કાઉન્ટરનો વીડિયો કર્યો જાહેર

By

Published : May 26, 2020, 12:09 PM IST

સુકમા: જિલ્લાના મિનપા વિસ્તારના જંગલનો એન્કાઉન્ટરનો વીડિયો નક્સલવાદીઓએ જાહેર કર્યો છે. આ એન્કાઉન્ટર 21 માર્ચે થયું હતું. આ એન્કાઉન્ટરમાં ડીઆરજીના 17 જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓ દાવો કર્યો છે કે, આ વીડિયો આ જ એન્કાઉન્ટરનો છે. નક્સલવાદીઓના આ વીડિયોમાં એન્કાઉન્ટર સાઇટ પર મોટી સંખ્યામાં નક્સલવાદીઓ જોવા મળી રહ્યા છે. મીનાપા એન્કાઉન્ટરના 15 દિવસ પછી માઓવાદીઓએ એક અખબારી યાદી રજૂ કરી અને સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 3 માઓવાદીઓનો ફોટો પ્રકાશિત કર્યા હતા. વીડિયોમાં નક્સલવાદીઓએ 11 એકે 47, 2 રાઇફલ્સ, એક એસએલઆર એલએમજી, 2 યુબીજીએલ, 1550 તમામ પ્રકારના કારતૂસ અને સૈનિકોના 6 યુબીજીએલ સેલ પણ બતાવ્યા છે. નક્સલવાદીઓએ દાવો કર્યો છે કે, એન્કાઉન્ટરમાં સૈનિકો માર્યા ગયા બાદ લૂટેલા આ શસ્ત્રો છે.

ABOUT THE AUTHOR

...view details