મુંબઈ: બાંદ્રા રેલ્વે સ્ટેશન પર હજારો પ્રવાસી એકઠા થયાં, પોલીસે કર્યો બળપ્રયોગ - latest news inMumbai
મહારાષ્ટ્ર: મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર આજે દિવસના સમયે દોડધામ મચી ગઇ હતી. જેમાં ઉતર પ્રદેશ અને બિહારની ટ્રેન ચલાવવાની સૂચના પર હજારો મજૂરોની ભીડ જમા થઇ હતી. જો કે, પોલીસે ટોળાને વિખેરવા બળનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્વિમ રેલ્વેના સીપીઆરઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, આજે બાંદ્રાથી બિહાર જવા માટે એક વિશેષ ટ્રેન જવાની હતી. તેના માટે પ્રવાસીઓએ નોંધણી પણ કરાવી હતી. પરંતુ ઘણા લોકો સ્ટેશનની નજીક માર્ગ અને પુલ પર એકઠા થયા હતા. જે લોકોએ ન તો નોંધણી કરાવી કે, ન તો રાજ્યના અધિકારીઓએ તેમને બોલાવ્યા હતા.