મુંબઈ: સર્વોદય હોટલની પાસે આવેલા ગોડાઉનમાં લાગી આગ - mumbai fire NEWS
મુંબઈ: કુર્લા પશ્ચિમમાં સર્વોદય હોટલની પાસે ખાદી નંબર 3ના એક ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ ક્યા કારણોસર લાગી તે હજૂ સામે આવ્યું નથી.