મુંબઈ: મહિલાએ દિપડાથી બચાવ્યો પોતાનો જીવ - Leopard attack
મુંબઈ : વિસાવા ખાતે આરે સેન્ટ્રલ ઓફિસ પાસે આવેલા ઘરમાં દિપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા જ્યારે પોતાના ઘરના ઓટલા પર બેસવા આવી ત્યારે દિપડાએ તેના પર પાછળથી હુમલો કર્યો હતો. મહિલાએ પોતાની લાકડી વડે પોતાના બચાવ કર્યો હતો. મહિલાના અવાજ સાંભળીને લોકો ત્યા જમા થઈ ગયા હતા. મહિલાએ સમગ્ર ઘટના ક્રમ તેઓને જણાવ્યો હતો. વિસ્તારના રહેવાસી નિલેશ ધુરીએ માગ કરી હતી કે આ વિસ્તારમાં રાતે વન વિભાગે પેટ્રોલીંગ વધારવું જોઈએ કારણે કે અહીંયા આવી ઘટના અવાર-નવાર બને છે.