વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરા એરપોર્ટ પર કોરોનાકાળથી બંધ થયેલ ફ્લાઇટ ફરી શરુ કરવા લોકસભામાં કરી અપીલ - MP ranjanben Bhatt In Parliament On Flight Service In vadodara
સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરીય એરપોર્ટ ઉપલબ્ધ છે અને કોરોના મહામારીના સમય પહેલા વડોદરા એરપોર્ટથી મુંબઇ, દિલ્હી, જયપુર, ઇન્દોર અને બેંગલોરની ફ્લાઇટ શરૂ હતી અને જેમાંથી અત્યારે જયપુર, પુણે અને ઇન્દોરની ફ્લાઇટ કાર્યરત નથી. વડોદરા જિલ્લો અને આજુબાજુનાં 10 જેટલા જિલ્લાના લોકો વડોદરા એરપોર્ટથી મુસાફરી કરતા હોય છે પરંતુ હાલ વડોદરામાં ફ્લાઇટ ન આવવાનાં કારણે મુસાફરોને અમદાવાદ ખાતે જવું પડે છે. ઉડ્ડયન મંત્રાલયને આ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા અપીલ કરી હતી.
TAGGED:
parliament winter session