મહારાષ્ટ્ર: દિકરીને મોતના મૂખમાંથી પાછી ખેંચી ચંદ્રપુરની માતાએ બતાવ્યું સાહસ - ચંદ્રપુર ઘટના
ચંદ્રપુર(મહારાષ્ટ્ર): ચંદ્રપુર જિલ્લામાં એક માતાએ દિપડાના મૂખમાંથી પોતાની દિકરીને બચાવીને માતૃત્વની નવી પરિભાષા આપી છે. માતા અર્ચનાને જ્યારે ખબર પડી કે દિપડાએ તેની દિકરી પર હુમલો કર્યો છે, ત્યારે તેણે પોતાના જીવનો પણ વિચાર કર્યા વિના દિપડા તરફ આગળ વધવાનું શરૂ કર્યુ અને નજીકમાં પડેલા વાંસના ટૂકડાને દિપડાની દિશામાં પછાડવાનું શરુ કર્યુ. દિપડાએ વાંસથી ડરીને તેની દિકરીને પોતાના મૂખમાંથી જમીન પર મૂકી માતા પર હુમલો કરવાનું શરૂ કર્યુ પરંતુ અર્ચનાએ ડર્યા વિના સાહસ એકઠું કરી દિપડા પર પ્રહારો કરવાનું શરૂ કર્યુ. અંતે દિપડાએ માતૃત્વ સામે પીછેહઠ કરી અને ત્યાંથી નાસી ગયો. હાલ દિકરી પ્રાજક્તા નાશિકની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.