દિલ્હી ચૂંટણીઃ રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે PM મોદી પર કર્યા પ્રહાર, જુઓ શું કહ્યું? - રાહુલગાંધીએ દિલ્હીમાં જનસભા સંબોધી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂકાંઈ ચૂક્યું છે, ત્યારે અનેક રાજકીય પક્ષો પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. દિલ્હીમાં પોતાની સત્તા પાક્કી કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પૂરજોશથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. રાહુલે દિલ્હીના હાઉઝ કાઝી વિસ્તારમાં જનસભા સંબોધી હતી. જેમાં તેમણે બરોજગારી વિશે વાત કરતાં મોદી સરકાર અને કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.