Pune News: શારીરિક સુખની માંગણી કરતા નરાધમ શિક્ષકને માર માર્યા બાદ ચહેરાને કાળો કરાયો - પુણે
પુણેમાં શારીરિક સુખની માંગણી કરતા શિક્ષકને માર મારવામાં આવ્યો હતો અને તેના ચહેરાને કાળો કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, પરીક્ષામાં ગુણ વધારવાની લાલચ આપીને શિક્ષક શારીરિક સુખની માંગણી કરતો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષક ગુણ વધારવાની લાલચે શારીરિક સુખની માંગણી કરતો હતો. યુવતીએ વારંવાર તેમની માંગણીને નકારી હતી. છતાં પણ નરાધમ શિક્ષક સુધરતો નહોંતો. આખરે યુવતીએ શિક્ષકનો ફોન રેકોર્ડ કર્યો અને પરિવારને બતાવ્યો હતો. ત્યારબાદ યુવતીના પરિજનો અને અન્ય લોકોએ શિક્ષકને માર માર્યો હતો અને ચહેરા પર શાહી નાખી હતી.