ઝારખંડમાં નદીમાં ફસાઈ કાર, હાર્ટ અટેકથી એકનું મોત
ઝારખંડઃ રામગઢ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. વેસ્ટ બોકારે થાના વિસ્તાર ઘાટોના છિલકા પુલમાં અચાનક પાણીને પ્રવાહ વધવાથી એક કાર ફસાઈ ગઈ હતી. આ કારમાં બે લોકો સવાર હતા. ટિસ્કોના કર્મચારી રમેશ ભાઈ તેમના જમાઈ અને પત્ની સાથે હાર્ટ અટેકની સારવાર કરાવવા માટે રાંચીથી હોસ્પિટલ જવા નિકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીને પ્રવાહ હોવાથી ગાડી નદીમાં ફસાઈ ગઈ હતી. જમાઈએ મથામણ કરી સાસુ સસરાને ગાડીમાંથી કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં ડૉક્ટરે રમેશભાઈને મૃત જાહરે કર્યા હતા. હાર્ટ અટેકને કારણે એક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી.