મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર ગંભીર આરોપ, તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: પીપી ચૌધરી - PP CHAUDHARY
મુંબઈ: ભાજપના સાંસદ પી.પી. ચૌધરીએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, આ રાષ્ટ્રીય બાબત છે કારણ કે રાજ્યના ગૃહપ્રધાન તેમાં શામેલ છે. મુંબઈના ભૂતપૂર્વ કમિશ્નર પરમવીરે પત્ર લખ્યો હતો. અગાઉ તેઓ મુખ્યપ્રધાન સહિત અનેક પ્રધાનોને મળ્યા હતા અને આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ગૃહપ્રધાન અનિલ દેશમુખ દર મહિને 100 કરોડની માગ કરતા હતા. પી.પી.ચૌધરીએ કહ્યું કે, આ બહુ ગંભીર બાબત છે, તેથી આ મામલો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના ગૃહપ્રધાનનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. NCP સુપ્રીમો શરદ પવારના બચાવ અંગે ચૌધરીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ન તો મુખ્યપ્રધાને અને ન તો NCPએ તેમને ટેકો આપવો જોઈએ. આ કિસ્સામાં, તેમનું રાજીનામું જલ્દીથી લેવું જોઈએ.