મહારાષ્ટ્ર: નાસિકના ભીમવાડી શહેરમાં આગ લાગતા 100 મકાનો બળીને ખાખ
25 એપ્રિલે મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ભદ્રકાળી વિસ્તારના ભીમવાડી સહકાર નગરમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં 100થી વધારે મકાનો બળીને ખાખ થયા હતા. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ જાણી શકાયું નથી. ભીમવાડી એ વિસ્તાર છે જ્યાં મોટાભાગના દલિત સમાજના લોકો સાંકડી શેરીઓમાં નાના મકાનોમાં રહે છે. આ કારણે જ આ વિસ્તારમાં ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી અને 100થી વધુ મકાનોને તેની ઝપેટમાં આવી ગયા હતા.