માત્ર 10 સેકન્ડમાં પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી, જૂઓ વીડિયો - મકાન ધરાશાયી
મધુબની: બિહારના મધુબની શહેરમાં યાસ ચક્રવાતના કારણે તબાહી સર્જાઈ છે. નગર થાના ક્ષેત્રના ભૌઆરા વોર્ડ નં. 28માં આવેલું એક મકાન માત્ર 10 સેકન્ડમાં ધરાશાયી થઈ ગયું હતું. આ મકાનના માલિક અશોક મહાશેઠના જણાવ્યા પ્રમાણે, ઘરમાં તિરાડ પડવાનો અવાજ આવતા તમામ સદસ્યો બહાર નીકળી ગયા હતા. જેની ગણતરીની મિનીટોમાં જ ઘર ધરાશાયી થયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.