લોકડાઉનનું પાલન કરાવવા પોલીસે ઉતારી લોકોની આરતી - NEWS IN Kanpur
કાનપુર: શહેરમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ ખૂબ જ કડક નજર રાખી રહી છે. પોલીસને લોકોની મારપીટ કરતાં કે મરઘા બનાવતા જોયા હશે. હવે પોલીસે લોકોને અનોખી રીતે સમજાવવા મંત્રોચ્ચાર કરી આરતી ઉતારી હતી. તે લોકોની આરતી એટલા માટે કરવામાં આવી છે કે, લોકોએ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું છે.