મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટના, જૂઓ વીડિયો
મહારાષ્ટ્ર: હાલમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જલગાંવના કન્નડ ઘાટમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જ્યારે કેટલાક વાહનોને નુક્સાન પણ પહોંચ્યું હતું. સ્થાનિક પ્રશાસન દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે લોકોએ આ રૂટ પરથી પ્રવાસનું આયોજન કર્યું હોય, તેમને મુલતવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.