ઝારખંડ: કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5 લોકો જીવતા સળગી ગયા
રામગઢ: રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના મુરબંદા લારી પાસે બસ અને વેગનઆર કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ સામ-સામે ટક્કર બાદ બસ વેગનઆર પર ચઢી ગઈ. આના કારણે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. જોતા જોતામાં બંન્ને વાહનોમા આગ લાગી ગઈ હતી આ દુર્ઘટનામાં વેગનઆર પર સવાર ઘણા લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ કેટલાક કલાકો સુધી બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ શકી નથી.