જામિયામાં થયેલી ફાયરીંગમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની મુલાકાતે કુલપતિ - જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિ દિલ્હી
નવી દિલ્હીઃ શહેરમાં જામિયા મીલીયા ઇસ્લામીયા યુનીવર્સિટીના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાજઘાટ પર CAA અને NRCના વિરોધમાં માર્ચ કાઢી હતી. તે દરમિયાન એક વ્યક્તિએ અચાનક ફાયરીંગ કરી હતી. જેમાં શાબાદ ફારૂક નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ હતી. હાલ, તેની સારવાર ચાલી રહી છે. તેને મળવા માટે જામિયાના કુલપતિ પ્રોફેસર નઝમા અખ્તર સહિત અનેક અધિકારી પહોંચ્યા હતાં. મળતી માહિતી મુજબ, શાબાદ હાલ ખતરાથી બહાર છે. તેની તબિયતમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો છે.