ગુજરાત

gujarat

ETV Bharat / videos

Jai Jagannath: જગન્નાથ મંદિરને શ્રીમંદિર પણ કહે છે - સોમવારની પ્રેરણા

By

Published : Jul 5, 2021, 6:39 AM IST

જગન્નાથ મંદિર જેને સ્થાનિક લોકો શ્રીમંદિર કહે છે. તેને પૂર્વમુખી એટલા માટે કહેવામાં આવ્યું હતું કે સૂરજ ઉગતાની સાથે જ પ્રથમ કિરણ તેના પર પડે. મંદિરનું પ્રાંગણ 10 એકરમાં ફેલાયેલું છે અને 2 દિવાલોથી ઘેરાયેલું છે. બહારની દિવાલને મેઘનાદ પ્રાચીર કહેવામાં આવે છે અને અંદરની દિવાલને કુર્મ ભેદ કહેવામાં આવે છે. મુખ્ય ગર્ભગૃહને બડા દેઉલ કહેવામાં આવે છે. શિખરની ટોચ પર આઠ ધાતુથી બનેલું એક વિશાળ પૈડું છે. જેને નીલચક્ર કહે છે. તેની ઉપર એક વિશાળ ધ્વજ લહેરાય છે. બડદંડાથી મુખ્ય પ્રવેશદ્વારને સિંઘદ્વાર કહેવામાં આવે છે. તેની સુરક્ષા બે પથ્થર સિંહો દ્વારા કરવામાં આવી છે. આ તે દ્વાર છે જ્યાંથી રથયાત્રા માટે દેવોને રથમાં મૂકવા માટે લઈ જવામાં આવે છે. સિંહદ્વારની પાછળ જ ભગવાન જગન્નાથની એક છબી છે જેને પતિતપાવન કહેવામાં આવે છે. આ છબી બિન હિન્દુઓ દ્વારા જોઈ શકાય છે, જેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. જયા અને વિજયા નામના મંદિરના બે સંરક્ષકોની છબીઓ ગેટ પર સ્થાપિત છે.

ABOUT THE AUTHOR

...view details