ગુજરાત

gujarat

ETV Bharat / videos

પુરીને એક શક્તિપીઠ તરીકે પણ છે માન્યતા

By

Published : Jul 14, 2021, 6:38 AM IST

Updated : Jul 14, 2021, 9:48 AM IST

પુરી વૈષ્ણવ ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ તેને શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરની અંદર અને બહાર ઘણા શક્તિ મંદિરો છે. ઉદાહરણ તરીકે, પુરીના પ્રવેશદ્વાર પર દેવી મંગલાનું મંદિર છે. આ મંદિર બેટ મંગલા મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર પુર્ણાથી ભુવનેશ્વર સુધીના રાજ્ય ધોરીમાર્ગ ઉપર આથરનાલાથી 3 કિ.મી.ના અંતરે આવેલું છે. આ મંદિરના પ્રમુખ દેવતા મા મંગલા છે. તે હસતાં ચહેરા સાથે પદ્મસન મુદ્રામાં બેઠા છે. પૌરાણિક કથા અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્ના ભગવાન જગન્નાથના મંદિરને પવિત્ર કરવા સ્વર્ગમાં ભગવાન બ્રહ્મા પાસે ગયા હતા. તેમણે બ્રહ્માને ધાર્મિક વિધિઓ માટે પૃથ્વી પર આવવાનું આમંત્રણ આપ્યું હતુ. જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન અને ભગવાન બ્રહ્મા પૃથ્વી પર ઉતર્યા, ત્યારે તેઓ શ્રી મંદિરનો માર્ગ ભૂલી ગયા હતા. ત્યારબાદ દેવી મંગલા તેમને શ્રી મંદિર લઈ ગયા હતા. તે પુરીના પ્રવેશદ્વાર પર યાત્રિકો માટે ધર્મમાર્ગનું નિદર્શનકાર માનવામાં આવે છે.
Last Updated : Jul 14, 2021, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details